સુરત, તા.૨૩
ચલથાણમાં પોલીસ મથકની બાજુમાં આવેલ એપાર્ટમેન્ટમાં એક બંધ મકાનનું ગતરોજ બપોરે તસ્કરોએ દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશી ઘરમાંથી સોના ચાંદીના ઘરેમાં રોકડ રકમ મળી ૧.૯૫ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચલથાણમાં પોલીસ મથકની બાજુમાં આવેલ સિલિકોન એવન્યુમાં રહેતાં મહેશભાઈ કિશનચંદ હીરાનંદાની ઘરનો દરવાજા બંધ કરી કામ ઉપર ગયા હતા. ત્યારે ગઈકાલે બપોરના સમયે અજાણ્યા તસ્કરોએ તેમના મકાનનું જાળીના દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરનો સમગ્ર સામાન વેર વિખેર કરી કબાટમાં મુકેલા સોનાના દાગીના ૮૦ હજારના અને રોકડ રૂ.૧.૧૫ લાખ મળી કુલ રૂ.૧.૯૫ લાખના મતાની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે કડોદરા પોલીસે ચોરીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





