સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉનાળો બેઠો : તાપમાનનો પારો ૩૮ ડીગ્રી

0
27

ઉનાળાના આરંભે આકરા તાપથી શહેરીજનોમાં અકળામણ
સુરત, તા.૨૫
માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ હોય તેમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની સાથે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્ના છે. દક્ષિણ ગુજરાતમાં અધિકતમ તાપમાન ૩૮ ડીગ્રીની આસપાસ નોંધાયો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૮.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૩.૦ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૫૧ ટકા અને હવાનું દબાણ ૧૦૧૨ મિલીબાર નોîધાયું છે. શહેરમાં ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફુંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે ગરમીમાં વધુ એકથી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે અધિકતમ તાપમાન ૩૮ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૬ ડીગ્રી નોંધાયું છે. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે અધિકતમ તાપમાન ૩૮.૯ ડીગ્રી નોંધાયું છે. સાંજ સુધીમાં તાપમાનનો પારો વધે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહ દરમ્યાન ગરમીનો પારો વધતા ઉનાળાની શરૂઆત થઈ છે. બપોરના સમયે આકરા તાપમાં શહેરીજનોને કાળઝાળ ગરમીનો સામનો કરવાની ફરજ પડી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY