બિટકોઈન પ્રકરણમાં ત્રણ સોફ્ટવેર એન્જીનીયરોએ કોર્ટમાં જામીન માંગ્યા

0
8

જામીન અરજીની સુનાવણી હવે પછી કોર્ટ હાથ ધરશે
સુરત, તા.૨૫
સુરત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દેનાર બિટ કોઈન કનેક્ટ પ્રકરણમાં સંકળાયેલા ત્રણ સોફ્ટવેર એન્જીનીયરોએ એડવોકેટ યશવંતસિંહવાળા મારફતે એક જામીન અરજી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. જેની સુનાવણી આજે હાથ ધરાઈ હતી.
આ કેસની ટૂંકી વિગતો એવી છે કે સુરત સહિત સમગ્ર દેશના રોકાણકારો પાસે બિટ કોઈન કનેક્ટમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવડાવવામાં આવ્યું હતું. લોભ-પ્રલોભન આવ્યા બાદ રોકાણકારોને બિટકોઈન કનેક્ટમાં કોઈ વિશેષ ફાયદો ન થયો હતો. અને બિટકોઈનના સંચાલકોએ હજ્જારો રોકાણકારોને રાતાપાણીએ નવડાવી વિશ્વાસઘાત કર્યો હતો. રૂ.૧.૬૪ કરોડનો ચૂનો ચોપડાયો હોવાની એક પોલીસ ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં દાખલ કરવામાં આવતા પોલીસે આરોપી હાર્દિક ઝડફીયા, કલ્પેશ લખાણી, રાકેશ સવાણી, અશોક, મયુર ગોદાણી, વૈભવ પડસાડા તથા વિજય વેકરીયાની ધરપકડ કરી હતી. હાલમાં તમામ આરોપીઓ લાજપોર જેલમાં છે. બિટકોઈન ટ્રેડીંગ કંપનીમાં સોફ્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા મયુર ગોધાણી, વૈભવ વરસાડા તથા વિજય વેકરીયાએ પ્રથમવારની જામીન અરજી બચાવપક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળા મારફતે કોર્ટ સમક્ષ કરી હતી. તેઓ કંપનીની વેબસાઈટ બચાવી લોકોને લોભ પ્રલોભન આપી બિટકોઈનમાં રોકાણ કરાવવાનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY