મુંબઈ,તા.૪
અભિનેતા આદિત્ય રોય કપૂરે કહ્યું હતું કે મને હીરો તરીકે ચમકાવતી ફિલ્મ ઓકે જાનુંની નિષ્ફળતા મને બહુ મોંઘી પડી હતી. એમાંથી બેઠો થતાં મારે સારી એવી જહેમત ઊઠાવવી પડી હતી.
‘બોલિવૂડની કોઇ ફિલ્મ હિટ કે ફ્લોપ થાય એ સ્વાભાવિક ઘટના છે. એમાં કશી નવીનતા નથી. પરંતુ કિયારેક એવું બને છે કે તમારી એક ફિલ્મ ફ્લોપ જાય એ તમારી કારકિર્દીને જબરો આંચકો આપે છે. ઓકે જાનુની બાબતમાં મારી સાથે એવું જ થયેલું’ એમ આદિત્ય રોય કપૂરે કહ્યું હતું.
ઓકે જાનુ મણી રત્નમની સાઉથમાં સુપરહિટ નીવડેલી ઓક્કે કનમણીની રિમેક હતી. એમાં આદિત્ય અને શ્રદ્ધા કપૂરે તારા અને અદી નામના યુગલનો રોલ કર્યો હતો. ૨૦૧૭માં આ ફિલ્મ રજૂ થઇ હતી. ફિલ્મ બનતી હતી ત્યારે આ ફિલ્મની કથાએ સારો એવો રસ જગાડયો હતો. પરંતુ ફિલ્મ રજૂ થઇ ત્યારે હિન્દી રિમેક ભૂંડે હાલે પીટાઇ ગઇ હતી. એનો માનસિક ફટકો આદિત્યને જારદાર લાગ્યો હતો. શ્રદ્ધા તો ટકી ગઇ હતી અને એને બીજી ફિલ્મોએ ઊગારી લીધી હતી. પરંતુ આદિત્ય માટે બેઠાં થવાનું કપરું હતું.
કરણ જોહરના હિટ ટીવી શો કાફી વીથ કરણમાં આદિત્યે પોતાના મનની વાત રજૂ કરી હતી અને કહ્યું હતું કે આ ફિલ્મના ફટકાને જીરવતાં મને ભારે પડયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




