અમરોલી જવન જ્યોત ટ્રસ્ટના સ્થાપક કાંતિલાલ શાહ સ્મૃતિ કાર્યક્રમ યોજાયો

0
25

સફાઈ ઝુંબેશ, રક્તદાન શિબિર જેવા કાર્યક્રમો યોજાયા
સુરત, તા.૨૫
જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સુરતના આધ્યસ્થાપક દેહદાતા સ્વ. કાંતીલાલ જી. શાહની સાતમી સ્મરાણાંજલી કાર્યક્રમ સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયો. જેમાં એન.એસ.એસ., એન.સી.સી. તેમજ તમામ સહઅભ્યાસ પ્રવૃત્તિમાં સંકળાયેલ શાળા, કોલેજ અને હોસ્પિટલના પરિવારજનો દ્વારા સફાઈ અભિયાન, બાઈક રેલી દ્વારા સામાજિક જાગૃતિ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભગતભાઈ વી. શાહએ સ્વ.કાંતીકાકાના શરૂઆતના કપરા સમયની મહેનતનો ઉલ્લેખ કર્યો હતો. સંસ્થાના ઉપપ્રમુખ ભાનુકુમાર એન. શાહએ કાંતીકાકાની જીવન ચરિત્રનો ઉલ્લેખ કર્યો હતો. સંસ્થાના મંત્રી અશ્વિનભાઈ પટેલ અને અનુજભાઈ શાહે જણાવ્યું કે સ્વ. કાંતીકાકાએ તેમનું સમગ્ર જવન અમરોલી વિસ્તારના લોકોના ઉત્થાન માટે સમર્પિત કર્યુ હતું. તેમજ જીવન જ્યોત ટ્રસ્ટના સમગ્ર ટ્રસ્ટી મંડળ, કારોબારી સમિતિના સભ્યો તેમજ ગ્રામ જનો હાજર રહ્ના હતા. નિવૃત કલેક્ટર આર.જે. પટેલ સાહેબે સવ. કાંતીકાકા સાથેના સ્મરણો યાદ કર્યા હતા. ગુજરાત સરકારે સ્વ. કાંતીકાકાના કાર્યની વિશેષ નોંધ લઈ ગુજરાત વિધાનસભામાં તેમનું તૈલી ચિત્ર મુકવામાં આવ્યું છે. જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી દ્વારા ૫ કોલેજ, ૧૩ શાળાઓ તેમજ રાહત દરે એક હોસ્પિટલનું સંચાલન કરવામા આવે છે.
કાર્યક્રમની શરઆત કોલેજની વિદ્યાર્થિની કુ. હેતલ મહેતાએ કરી હતી. સ્વાગત પ્રવચન ઈ.આઇ­. ડો.મુકેશ ગોયાણી કરી હતી. ઉદ્દઘોષક તરીકે એસ.પી.બી. હાઈસ્કૂલના ઇ­. કલ્પનાબેન દેસાઈએ કર્યુ હતું. કોલેજના આચાર્ય ડો.કે.એન. ચાવડા તેમજ જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીના શાળા, કોલેજ, હોસ્પિટલના સ્ટાફ સભ્યો સ્વ. કાંતીકાકાની સ્મરાણાંજલી પ્રસંગે હાજર રહ્ના હતા. આભારવિધિ જવન જ્યોત ટ્રસ્ટના માનદ મંત્રી અનુજભાઈ શાહએ કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY