પ્રખ્યાત ગાયીકા તેજશ્રી પંડ્યા શ્રોતાઓને મંત્ર મુગ્ધ કર્યા
સુરત, તા.૨૬
કૃભકો ઓફિસર ક્લબ દ્વારા હોળીના તહેવાર નિમિત્તે પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક તેજશ્રી અમોîકર પંડ્યાના કોન્સેર્ટનું આયોજન તારીખ ૨૧-૦૩-૨૦૧૯ના રોજ કૃભકો ઓફિસર ક્લબ હોલમાં કરવામાં આવ્યું હતું.
ભારત વર્ષના પદ્મવિભૂષણ સમ્માનિત ગાનાસરસ્વતી કિશોરી અમોકરના પૌત્રી તેજશ્રી અમોકર પંડ્યાને શાસ્ત્રીય સંગીતની તાલીમ એમના દાદી અને જયપુર અત્રૌલી ઘરાના પાસેથી મળેલ છે.
આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કૃભકોના પરિચાલન નિર્દેશક એમ.આર. શર્માના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેજશ્રી અમોકર પંડ્યાનાં હૃદય સ્પર્શી પર્ફોમન્સથી પ્રેક્ષકો મંત્ર મુગ્ધ થઈ ગયા હતા.
કૃભકો ઓફિસર ક્લબના ઓડિટોરિયમમાં જેતશ્રી અમોકર પંડ્યાએ રાગ યમન, રાગ ઝીનઝોટી અને રાગ ભૈરવી ઉપરાંત શાસ્ત્રીય ભજન ગાયનથી પ્રેક્ષકોને તરબોળ કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



