ફેસબુક પર મિત્રતા કરવાનું યુવતીને ભારે પડ્યું
કોસાડના એક પરિવારના ચાર સભ્યો વિરૂદ્ધ ફરિયાદ
સુરત, તા.૨૫
લગ્નની લાલચ આપી વૈશ્યાવૃત્તિ કરાવનાર અમરોલીના એક પરિવાર વિરૂદ અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરોલી કોસાડ આવાસમાં રહેતા અફઝલ જલીલ મુલ્લાની ફેસબુક ઉપર ફરિયાદી યુવતી સાથે મિત્રતા થઈ હતી. આરોપી અફઝલે ફરિયાદીને લગ્નની લાલચ આપી સુરત બોલાવી હતી અને આવાસમાં રૂમ અપાવ્યા બાદ અવાર નવાર શરીર સુખ માણતો હતો. ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસે વૈશ્યાવૃત્તિનો ધંધો કરાવતા ફરિયાદીને ગર્ભ રહી જતાં મીસ કેરેજ થયું હતું. જેથી ફરિયાદીએ ફોટા આપી આરોપીના સગાને મોકલતાં આરોપી અફઝલે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીની માતા શલીના જલીલ વૈશ્યાવૃતિના પૈસા લેવા આવી હતી. ફરિયાદીએ પૈસા નહીં આપતા શલીના જલીલે ગાળો આપી તેમજ આરોપી અફઝલની પત્ની મિલીના અને તેની માતા ફરિયાદીના રમ ઉપર જઈ તે કેમ મારા પતિને રાખેલ છે ? તેમ કહી ઢીક મુક્કીનો માર માર્યો હતો. આમ, આરોપીઓએ લગ્ન કરવાની લાલચ આપી સુરત બોલાવી વૈશ્યાવૃત્તિનો ધંધો કરાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. અમરોલી પોલીસે ફરિયાદ નોîધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





