સુરત, તા.૨૫
કીમ ગીતાનગર વિભાગ-૨ પાસે નજીવી બાબતમાં ઝઘડો થતા ત્રણ ઈસમોએ લાકડીના સપાટા મારી રાજુભાઈ નામના ઈસમના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. કીમ પોલીસે આઈપીસી ૩૨૩-૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઓલપાડ તાલુકાના કીમ ગીતાનગર ખાતે રાજુભાઈ સિંઘાભાઈ ભરવાડ રહે છે. ગત દિવસોમાં તેઓ લક્ષ્મણભાઈને ત્યાં જમવા ગયા હતા અને આ બાબતની જણ શવાભાઈ નારાયણભાઈ ભરવાડ, તેજશભાઈ શવાબાઈ ભરવાડ તથા લાલાભાઈ શવાભા ભરવાડને કરવામાં આવતા તેઓ ઉશ્કેરાઈ જઈ રાજુભાઈના પિતા પર લાકડીના સપાટા વડે હુમલો કરી માથા તેમજ હાથના ભાગે ઈજઓ પહોંચાડી હતી. આ સાથે ત્રણેય ઈસમોએ રાજુભાઈને ધમકી પણ આપી હતી કે, હવે પછી લક્ષ્મણભાઈના ઘરે જમવા કે મળવા જશો તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી ફરાર થઈ ગયા હતા. કીમ પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



