દસ્તાવેજની નોંધણી કરતા સબ રજીસ્ટારને મિલકતના વિવાદ વખતે પોલીસ આરોપી બતાવે છે સુરત
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા નિતી-નીયમોમાં અનેક વખત સામાન્ય જનતાથી માંડીને મહેસુલી તંત્રના અધિકારીઓને વગર વાંકે દંડાવાની નોબત આવતી હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. પરંતુ મહેસુલ તંત્રમાં જ સંકલન અને યોગ્ય સુચનાઓના અભાવે કેટલાક સમયથી મહેસુલી તંત્ર અને પોલીસ તંત્ર આમને સામને આવી ગયા હોય તેમ કહીએ તો નવાઇ નહી.
સુરત શહેર સહિત જિલ્લાની કુલ ૧૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ વખતે રજૂ થતા દસ્તાવેજા, લેખોમાં કે સ્થાવર મિલ્કતના માલિકી હક્ક અંગે પુરાવા સબ રજીસ્ટ્રારે નહી લેવાનું હાઇકોર્ટે ચુકાદો જાહેર કર્યું છે. બીજી તરફ સબ રજીસ્ટ્રાર કચેરીએ જે મિલ્કતો નોંધાવા માટે રજૂ થતી હોય છે તેમાં માલિકી હક્કો અંગે મિલ્કત ધારક અને તેમના સંબંધીઓ, ભાગીદારો તેમજ ખરીદનાર વચ્ચે કોઇ વિવાદ થયો હોય તો તેવા કેસોમાં પોલીસ કેસ થાય છે, આખરે ભોગ બનવાનો વારો સબ રજિસ્ટ્રારનો આવે છે. સબ રજીસ્ટ્રાર માલિકી હક્કના પુરાવા લે તો હાઇકોર્ટના આદેશનો ભંગ થાય અને મિલ્કતોમાં ઉભા થતા વિવાદમાં પોલીસ ફરિયાદ થાય તો પુરાવા વગર મિલ્કતની નોંધણી કરવા બદલ પોલીસ સીધી સબ રજીસ્ટ્રાર સામે એફ.આઇ.આર. દાખલ કરે છે! આવા સંજાગોમાં મહેસુલ વિભાગે પોતે કેટલીક સ્પષ્ટતા પોલીસ તંત્રની કરવી જાઇએ તેવી માંગ ઉઠવા પામી છે.
વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર હાઇકોર્ટે ૧ર જાન્યુઆરી ર૦૧૬ના કોમન ઓરલ ઓર્ડર મુજબ દસ્તાવેજાની નોંધણીમાં માલિકી હક્ક પુરાવા નહી લેવા બાબતે ચુકાદાને પગલે નોંધણી સર નિરીક્ષક, ગાંધીનગર દ્વારા અગાઉનો માલિકી હક્ક પુરાવા લેવાનો મહેસુલ વિભાગનો પરિપત્ર તા.૩ એપ્રિલ ર૦૧૭ના રોજ રદ કર્યો હતો. એટલું જ નહી મહેસુલ વિભાગે તા.૯ નવેમ્બર ર૦૧પના રોજ આવા વિવાદોમાં સંદર્ભે દરેક જિલ્લામાં નોંધણી અધિકારીઓની કમિટી બનાવવાની જાહેરાત કરી હતી. આવી કમિટી આક્ષેપિત અથવા તો વિવાદી દસ્તાવેજ નોંધણી સંદર્ભની ફરિયાદમાં તપાસ કરી પોતાનો રિપોર્ટ આપે એ પછી જ સબ રજિસ્ટ્રાર્સ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનું સરકારે ઠરાવ્યું છે. આ સંદર્ભે વકીલોનું કહેવું છે કે પોલીસ અને ન્યાય તંત્ર પાસે હાઇકોર્ટના ચુકાદા તથા મહેસુલ વિભાગના પરિપત્રોની પુરતી જાણકારી ન હોવાથી તેઓ પોલીસ તંત્ર દ્વારા હેરાનગતિ થતી હોવાનું જાણવા મળે છે. પોલીસ કેસના કિસ્સામાં યોગ્ય તપાસ કરાય છે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવેલ છે તે બાબતે નોંધણી નિરીક્ષક ગાંધીનગરની કચેરી દ્વારા જુનો પરીપત્ર રદ્ કર્યો હોવાથી અત્રેની સબ રજીસ્ટ્રાર કચોરીઓમાં તેનું પાલન કરવામાં આવે છે. સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં જે પુરાવા વગર મિલ્કતની નોંધણી કરવા બદલ પોલીસ દ્વારા સબ રજીસ્ટ્રાર ઉપર જે ગુનો દાખલ કરવામાં આવે તેવા કિસ્સાઓમાં અત્રેની કચેરી દ્વારા તેની ચોકસાઇ પૂર્વક તપાસ પણ કરવામાં આવતી હોય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



