પત્નીને ભગાડી જનાર વરાછાના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
સુરત, તા.૨૫
વરાછામાં પરિણીતાને લગ્ન કરવાની લાલચ આપી તાંત્રિકવિધિ કરી ભગાડી જનાર સામે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા એલ.એચ. રોડ ડાહ્ના પાર્ક સોસાયટીમાં રહેતો અને સિલાઈ મશીનનું કામ કરતો હરેશ મનસુખ રાઠોડના પરિચયમાં ફરિયાદીની પત્ની (ઉ.વ.૨૫) આવી હતી. આ પરિચયમાં બન્નેની આંખો મળી જતા આરોપી હરેશ મનસુખ રાઠોડે ફરિયાદીની પત્નીને લગ્ન કરવાની લાલચ આપી અથવા કોઈ તાંત્રિક વિધિ કરીને ભગાડી ગયો હતો. આ બનાવ સંદર્ભે રત્નકલાકાર પતિની વરાછા પોલીસે ફરિયાદ નોંધી ઈ.પી.કો. કલમ ૩૬૬ મુજબનો ગુનો નોંધી પો.ઈ.એમ.પી. પટેલે તપાસ હાથ ધરી છે.
પરિણીતાને ભગાડી જવાના કિસ્સામાં રત્નકલાકાર પતિએ પરિણીતાને ભગાડી જનાર યુવકે તાંત્રિક વિધિની મદદ લીધી હોવાની કેફીયત રજૂ કરતા પોલીસે તાંત્રિક વિશેષણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. પોલીસ ભાગી ગયેલી પરિણીતા તથા યુવકને ધઝડપી પાડે પછી જ પરિણીતાને વશમાં કરવા યુવકે તંત્રવિદ્યાની મદદ લીધી હતી કે નહીં તે અંગે પોલીસ સ્પષ્ટતા કરી શકશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



