હાર્દિક હાઈકોર્ટમાં હોવાથી સુરતની કોર્ટમાં ગેરહાજર
સુરત, તા.૨૫
અમરોલી પોલીસ મથકમાં દાખલ કરવામાં આવેલા રાજદ્રોહના કેસની ટ્રાયલ શરૂ થઈ ચૂકી છે. ચાર્જફ્રેમ એટલે કે તહોમતનામુ ફટકારાયા બાદ હાલમાં રાજદ્રોહનો કેસ પુરાવાઅો પર છે. ત્યારે રાજ્યના પૂર્વ પાસના કન્વીનર હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ હાજર નહીં રહ્ના હોવાનું બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું.
આ કેસની ટુંકી વિગતો એવી છે કે પાટીદાર આંદોલન દરમ્યાન મોટા વરાછા ક્રિષ્ણા સોસાયટી ખાતે રહેતા વિપુલ અને ચિરાગ દેસાઈને ત્યાં પહોîચીને પોલીસ વિરૂદ્ધ બેફામ નિવેદનો કર્યા હતા અને જેની સામે પૂર્વ ડીસીપી મકરંદ ચૌહાણે અમરોલી પોલીસ મથકે હાર્દિક પટેલ સહિત અન્ય આરોપીઓ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં હાર્દિક પટેલ ૨૭૦ દિવસ લાજપોર જેલમાં રહ્ના બાદ ગુજરાત હાઈકોર્ટે તેને જામીન મુક્ત કર્યો હતો. ડીસીબી દ્વારા તેની સામે ચાર્જશીટ રજૂ કરાઈ હતી અને કોર્ટ દ્વારા હાર્દિક, ચિરાગ તથા વિપુલ દેસાઈ સામે તહોમતનામુ ફટકારાયા બાદ આજે આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે, હાર્દિક પટેલને બે વર્ષની સજાનો હુકમ કરાયા બાદ તેના દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં અમદાવાદ હાજર થવા ગયો હોવાનું યસવંતસિંહ વાળાએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



