લોકસભા ચૂંટણી અંગે ઝુંબેશ
પીસીબી અને એસઓજી પોલીસે ૧૦૯ આરોપીઓની ધરપકડ કરી
સુરત, તા.૨૫
પોલીસ કમિશનર સતીષ શર્માએ આગામી યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રોહીની બદી સંપૂર્ણ નિયંત્રણ હેઠળ આવે તે માટે સખ્ત સૂચનાઓ આપવામાં આવી છે. પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર. ચૌધરી પીસીબી તથા પોલીસ ઈન્સ્પેક્ટર એચ.આર. બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ પીસીબી-એસઓજી શાખાના પોલીસ માણસો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા.
પીસીબી તથા એસઓજીના પોલીસ કર્મચારીઅો દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં સતત ઝુંબેશ સ્વરૂપે પરિણામ લક્ષી રેઈડો કરી ઉધના પો. સ્ટેશન વિસ્તારમાં ૨૨ કેસો, સચીન જીઆઈડીસી પો.સ્ટેશનમાં ૬૬ કેસો, પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ૨૨ કેસો મળી કુલ ૧૧૦ કેસો શોધી કાઢેલ અને ૧૦૯ આરોપીઓને અટકાયતીમાં લઈ તેમના વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




