સુરત મહાનગરપાલિકા દ્વારા ઉઘાડી લૂંટ કરાતી હોવાનો મહિલાઓનો આક્ષેપ
સુરત, તા.૨૫
વેસુ વિસ્તારમાં આવેલ સુમન શૈલ મુખ્યમંત્રી આવાસમાં બે વર્ષ અગાઉ પાણીનું તોતિંગ બિલ ફ્લેટ ધારકોનેï બળજબરીથી પકડાવી દઈ આવતા વર્ષે અોછુ બિલ આવશે તેવી ખાતરી આપી હતી. તેમ છતાં આ વર્ષે વધુ બિલ આવતા સ્થાનિકો દ્વારા વિરોધ કરી પાલિકા ફ્લેટ ધારકો પાસેથી લૂંટ ચલાવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
વેસુમાં સુમન શૈલ એ-બી-સી-ડી બિલ્ડિંગમાં કુલ ૮૪૩ ફ્લેટ આવ્યા છે. ૨૦૧૬માં ફ્લેટ ધારકોને ઓછા પ્રેશરથી પામી મળવાની ફરિયાદ બાદ પાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા વધારાના કનેકશન ફાળવી આપ્યા હતા. આ પ્રિમિયમ કનેકશન માટે પાલિકાએ વધારાનો ચાર્જ લેવામાં આવ્યો હતો. ૨૦૧૬-૧૭ના વર્ષ દરમ્યાન વેરા બિલમાં પાણી ચાર્જ વધારી દેવાતો હતો અને આગામી વર્ષે ચાર્જ ઓછો થશે તેવી માહિતી આપવામાં આવી હતી. ૨૦૧૮-૧૯ના બિલમાં ગત વર્ષની જેમ જ પાણીનું બિલ પ્રતિ કનેકશન ફ્લેટ દીઠ ૮૬૪ રૂપિયા વેરો આવ્યો છે. મનપા દ્વારા ૧-૪-૨૦૧૮ થી ફ્લેટ દીઠ ૨૦ હજાર લીટર પ્રતિદિન પાણી માટે ફિક્સ ભાડુ નક્કી કરાયું છે. ૮૪૩ ફ્લેટને પ્રતિદિવસ ૨૦ હજાર લીટર પ્રમાણે ગણતરી કરીએ તેમ છતાં બિલ વધારે આવ્યું છે. જેનો ફ્લેટ ધારકો વિરોધ કરી રહ્ના છે. આગામી દિવસોમાં સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ અને પાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



