વરાછા સાધના સોસા. પાસે દોડતી સીએનજી કારમાં આગ

0
11

કારમાં આગ ફાટી નીકળતા ચાલક પણ હાથમાં દાઝી ગયો
સુરત, તા.૨૯
આજે સવારે દસેક વાગ્યાના સુમારે વરાછા હીરાબાગ પાસે આવેલ સાધના સોસાયટી સામે રસ્તા પર દોડતી કારમાં આગ લાગતા સમય સૂચકતા વાપરી ચાલકે કાર થોભાવી ઉતરી ગયો હતો. ચાલક હાથના ભાગે દાઝી ગયો હતો. જ્યારે સીએનજી એસ્ટીમ કાર આગથી સંપૂર્ણ નાશ પામી છે.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ વરાછા હીરાબાગ નજીક સાધના સોસાયટી પાસે આજે સવારે દસેક વાગ્યાના સુમારે એક કારમાં આગ લાગી હતી. રસ્તા પર દોડી રહેલી એસ્ટીમ કારમાં આગ લાગતા ચાલકે કાર થોભાવી નીચે ઉતરી ગયો હતો. ચાલક કારના દરવાજા ખોલતી વખતે હાથના ભાગે દાઝી ગયો હતો. બનાવ અંગે તાત્કાલિત ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર અોફિસર રોઝી વાડીયા તાત્કાલિત ઘટના સ્થળે પહોîચી આગને કાબુમાં લીધી હતી. આગ કાબુમાં આવી તે દરમ્યાન આખી કાર આગમાં સંપૂર્ણ બળી ગઈ હતી. કાર ચાલક નરેશ પોપટ ધોડીયાïના જણાવ્યા અનુસાર એસ્ટીમ કાર નં.જીજે-૫-બીપી-૪૫૫૭ વર્ષ ૨૦૦૫ના મોડલની સીએનજી કાર છે. આગથી આખી કાર સંપૂર્ણ બળી ગઈ હતી. કાર ચાલક કારમાંથી ઉતરતી વખતે દરવાજા ખોલતી વખતે હાથના ભાગે સામાન્ય રીતે દાઝી ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY