કિરણ જેમ્સ સાથે ૨.૭૩ કરોડની છેકરપીંડી કોશીયાબંધુઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

0
7

કિરણ જેમ્સ પાસેથી હિરાની રફ ખરીદી નિયત મુદ્દતમાં પેમેન્ટ નહીં ચૂકવતા હિંમત કોશીયા અને વિજય કોશીયા સામે પોલીસ ફરિયાદ
સુરત, તા.૩૦
કતારગામમાં બે ભાઈઓએ કિરણï જેમ્સ હિરાની પેઢી પાસેથી રૂ.૨.૭૩ કરોડની કિંમતની હિરા ખરીદી પેમેન્ટ નહિ ચૂકવી વિશ્વાસઘાત-છેતરપીંડી કરી હતી. આ સંદર્ભે આખરે પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એ.કે. રોડ ઉમિયા ધામ મંદિર પાસે આવેલ કિરણ જેમ્સ પ્રા.લિ.ના વરૂણ કુમાર બાબુભાઈ લખાણીએ આરોપી હિમ્મત ગોપાળ કોશીયા, વિજય ગોપાળ કોશીયા (રહે. આકાશ ગંગા સોસાયટી,લક્ષ્મીકાંત રોડ, કતારગામ) વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબની ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી બંધુએï ફરિયાદીની ઓફિસ આવી હિરાનો રફ માળ નિયમિત ખરીદી કરવાનું જણાવી સમયસર પેમેન્ટ ચૂકવી દેવાનો ભરોસો આપ્યો હતો. અઅને ફરિયાદી પાસેથી બે વખત રા.૨,૭૩,૪૭,૧૭૮ની કિમતના રફ હિરાખરીદ્યા હતા. ત્યારબાદ નિયત સમય દરમિયાન પેમેન્ટ નહી ચૂકવી આ બંધુઓ ફરિયાદી સાથે વિશ્વાસઘાતï-છેતરપીંડી કરી હતી. વરાછા પોલીસ ફરિયાદ નોધી સબ ઈન્સ્પે. પી.ડી. વાદાએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY