મોરાભાગળના રિક્ષા ચાલક બાપ બન્યો હેવાન : ૧૩ વર્ષની દિકરી પર બળાત્કાર

0
23

બે વર્ષથી સગીર દિકરી પર બાપ બળાત્કાર ગુજારતો હતો
સુરત, તા.૩૦
રાંદેર મોરાભાગળ વિસ્તારમાં પિતાએ ૧૩ વર્ષીય દિકરીને મોબાઈલ ફોનમાં નગ્ન વીડિયો બતાવી બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ રાંદેર પોલીસ મથકે નોîધાયો હતો.
રાંદેર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાંદેર મોરાભાગળ વિસ્તારમાં રહેતો રિક્ષા ચાલક રમેશ સોનીલાલ જૈસરે પોતાની ૧૩ વર્ષીય દિકરીને મોબાઈલ ફોનમાં નગ્ન વીડિયો બતાવી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કર્યું હતું. આ બનાવ અંગે આરોપીની પત્નીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષથી આરોપી પિતા આ પ્રમાણે દુષ્કર્મ કરતો હતો.
રાંદેર પોલીસે પોસ્કો એક્ટ સહિતની કલમો અન્વયે આરોપી રમેશ સોનીલાલ જૈસર વિરૂદ્ધ ગુનો દાખલ કરી પો.ઈ. એમ.આઈ. ઝાલાએ તપાસ હાથ ધરી છે. પોલીસે પીડિત કિશોરીની કેફીયતના આધારે રિક્ષા ચાલક પિતા વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અલબત્ત પિત્તા દ્વારા સગી દિકરી પર બળાત્કારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસ તંત્રમાં પણ આ ગંભીર ઘટના ભારે ચર્ચાસ્પદ બની છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY