કતારગામમાં વરલી-મટકાના જુગાર પર છાપો : બેની ધરપકડ

0
7

પોલીસે રોકડા રૂ.૧૭,૨૪૦ કબજે લીધા
સુરત, તા.૩૦
કતારગામ પોલીસે બાતમીના આધારે જેરામ મોરાની વાડી પટેલ ગલ્લાની પાસેથી વરલી મટકાનો જુગાર રમાડનાર બે જણાંની ધરપકડ કરી હતી. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો હતો.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરલી મટકાનો જુગાર રમાડનાર હથુ નારાયણ ચાવડા, ભોલા બચુભાઈ સોડાગરની ધરપકડ કરી રોકડા રૂ.૧૭,૨૪૦ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આરોપી મહેશ પટેલને વોન્ટેડ જાહેર કરાયો હતો. તમામ વિરૂદ્ધ કતારગામ પોલીસે જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY