ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ અને હેન્ક ટૂલ્સ પ્રદર્શિત કરાશે
સુરત, તા.૩૦
૨૩ માર્ચ ના રોજ ટાટા સ્ટીલ ના ડિવિઝન ‘ટાટા એગ્રીકો’ એ સુરત માં ઉત્તર, મધ્ય દક્ષિણ ગુજરાત માટે માઇક્રો ડિસ્ટ્રીબ્યુશન વેન કેમ્પેઇન શરૂ કર્યું છે. ટાટા સ્ટીલ ની એગ્રીકો ડિવિઝન ના વડા શ્રી રાહુલ મિશ્રા એ વેન લોન્ચ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું અને ઉદઘાટન દરમિયાન તેમણે કહ્યું કે ઉત્તર, મધ્ય , અને દક્ષિણ ગુજરાત ના ખેડૂતો અને બીજા ગ્રામીણ ગ્રાહકો ના લાભ માટે વેન સમગ્ર ઉત્તર, મધ્ય દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રવાસ કરશે અને વિવિધ કૃષિ અને હેન્ડ ટૂલ્સ પ્રદર્શિત કરશે. વેન ની સાથે રહેલા સેલ્સ ઓફિસર ખેડૂતો ને આ ટૂલ્સની વિશેષતાઓ અને તેના ઉપયોગ વિશે ઉપયોગી માહિતી પૂરી પાડશે. તે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો ના ખેડૂતો ને પણ ઉત્પાદન પ્રાપ્ત કરાવશે. આ વેન અભિયાન મેસર્સ વિઝન પ્રોકોન પ્રા. લિ. અમદાવાદ દ્વારા લાગુ કરવામાં આવશે જે ટાટા સ્ટીલ માટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માં ટાટા એગ્રીકો ડિવિઝનના ઓથોરાઇઝ્ડ વિતરક છે.
વિઝન પ્રોકોન પ્રા. લિ.એ લોડ્ર્સ પ્લાઝા હોટેલ, સુરત ખાતે ટાટા એગ્રીકો ડીલર્સ મીટનું આયોજન પણ કર્યું હતું. ૧૦૦થી વધારે ડીલરોએ આ ડીલર મીટ માં ભાગ લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



