હોસ્પિટલો અને ઓફિસોને પણ સીલ મારી દેવાયા
સુરત, તા.૩૦
ગત રોજ ૨૯-૦૩-૨૦૧૯ના રોજ સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઈમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા સુરત શહેરનાં ગોડાદરા વિસ્તારમાં આવેલ આસપાસ ત્રણ રસ્તા પાસેની શ્રીજી આર્કેડમાં આવેલ વિવિધ પ્રકારની દુકાન હોસ્પિટલ મેડીકલ સ્ટોર વિગેરેમાં ફાયર ફાઈટીંગ સીસ્ટમ ન હોવાનું જણાયેલ હતું.
જાહેર સલામતીને ધ્યાને લઈ, શ્રીજી આર્કેડમાં આવેલ અંડર ગ્રાઉન્ડ બેઝમેન્ટ-૦૧, ગ્રાઉન્ડ ફ્લોર ખાતે આવેલ ૦૧ ઓફીસ અને ૨૬ દુકાન, પ્રથમ માળે અને ચોથા માળે આવેલ ૧૩ દુકાનો મળી કુલ ૮૪ દુકાન, ઓફિસ વિગેરે સીલ કરવામાં આવેલ છે.
જાહેર સલામતીને ધ્યાને લઈ નિમ્નલિખિત કુલ-૦૩ હોસ્પિટલોમાં ઈન્ડોર પેશન્ટ હોય,આઈસીયુ આવેલ નિયત સમયમાં ફાયર ફાઈટીંગ સિસ્ટમ ઉપલબ્ધ કરાવીï લેવા હોસ્પિટલને ફરીથી નોટીશ આપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



