રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભરૂચના બે વિદ્યાર્થીઓ ઝળક્યા
સુરત, તા.૩૦
વડદોરા ખાતે યોજાયેલી ૧૩મી આર.એમ.હલવાઈ મેમોરિયલ ઓપન ડિસ્ટ્રીક્ટ શૂટિંગ કોમ્પીટીશનમાં ભરૂચના બે વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.
રાજ્યકક્ષાની શૂટિંગ કોમ્પિટિશનમાં ભરૂચનાં ધો.૫માં અભ્યાસ કરતા પાર્થસિંહ રાજાવતે માત્ર ૩ મહિનાની તાલિમમાં ભરૂચ ડિસ્ટ્રીક્ટ રાયફલ એસોસીએશનનાં કોચ મિત્તલ ગોહિલ અને સેક્રેટરી અજય પંચાલના તાલિમ અને માર્ગદર્શન હેઠળ પિસ્તલ શુટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ સહિત ભરૂચનું ગૌરવ વધાર્યુ છે. જ્યારે કે અન્ય શૂટર પૃથ્વીરાજ સિંહ રાણાએ મેન્સ ૧૦ મીટર્સ ચેર રાઈફલ શૂટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. ભરૂચનું નામ રોશન કરનાર આ બંને શૂટર્સને સ્કૂલ તેમજ પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




