ઓનલાઈન અને ઓફલાઈન રજૂઆત કરતા અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે
સુરત,તા.૩૧
હીરાબાગ નજીક વરાછા મેઈન રોડ પર આવેલી નિલમબાગ સોસાયટીના રહીશો છેલ્લા થોડા દિવસોથી ગટરના પાણી ઉભરાવાની સ્મસ્યાથી ત્રસ્ત થયા છે. ગટરની મુખ્ય લાઈન ચોક અપ થતા ગટરનું પાણી સોસાયટીના ગેટથી થઈને રોડ પર વહી રહ્યું છે.વરાછા રોડ પરથી પસાર થતાં લાખો લોકો પણ આ સમસ્યાથી પરેશાન થયા છે. એસએમસીમાં આ અંગે સોસાયટીવાસીઓએ ઓનલાઈન અને ઓફલાઈન રજૂઆત કરતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને એકબીજા પર ખો આપી રહ્યા છે.
વરાછા રોડ પર મંગલદીપમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીનું ચૂંટણી કાર્યાલય આવેલું છે. કાર્યાલયની એકદમ સામે જ આવેલી નિલમબાગ સોસાયટીમાં જ આરોગ્યની સમસ્યા ઊભી થવાની ભીતિ સર્જાઈ છે. તેમ છતાં ચૂંટણીમાં વ્યસ્ત નેતાઓને આ સમસ્યા ન દેખાતી હોય તેમ સવાર સાંજ રોડ પરથી મોંઘીદાટ કારમાં નીકળતા નેતાઓ આંખ આડા કાન કરતાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યીં છે.
સોસાયટીના પ્રમુખ હસુભાઈ ગોળકીયાએ જણાવ્યુ હતુ કે, સમસ્યાનું સમાધાન થતુ નથી. એકબીજાને પ્રશ્નની ખો અપાઈ રહી છે. ૧૦દિવસથી સોસાયટીમાં આરોગ્યના પ્રશ્નો ઊભા થયા છે. ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે. વાસ મારતા પાણીથી લોકો પરેશાન છે. સોસાયટીમાં આવતા જતા લોકો ત્રાહીમામ છે. સમસ્યાનું નીરાકરણ ત્રણ દિવસમાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



