જેની નીતિ પવિત્ર હોય તેને સત્તામાં લાવવા જોઇએઃ બાબા રામદેવ

0
17

સુરત,તા.૩૧
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ છે. દરરોજ એક પછી એક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે, ત્યારે બાબા રામદેવ આજે સુરતના મહેમાન બન્યા હતા. બાબા રામદેવ વરાછા રોડ ખાતે પતંજલી પરિધાનના ઉદ્ધઘાટન પ્રસંગે આજે તેઓ સુરતના મહેમાન બન્યા હતા.
લોકસભાને લઈને બાબા રામદેવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજનીતિના યુદ્ધમાં રાષ્ટ્રનું મંગળ હોવું જોઈએ. જેની નીતિ પવિત્ર હોય તેને સત્તામાં લાવવા જાઇએ. ઈલેક્શનને રાજધર્મ તરીકે જાવો જાઈએ.
રામદેવ બાબા ચૂંટણીના માહોલમાં પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજનીતિનું ગણિત અલગ છે.હું માનું છું કે, રાજનીતિના પુરા યુદ્ધમાં રાષ્ટ્રનું મંગળ હોવું જાઈએ. જેની નીતિ પવિત્ર હોય તેને સત્તામાં લાવવા જાઇએ. તેમને લોકોને આહ્નવાન કર્યું હતું કે, જેના હાથમાં દેશ સુરક્ષિત હોય એને લાવો.
બાબાએ વધુમાં કહ્યું કે, ઇલેક્શનને રાજધર્મ તરીકે આપણે જોવું જોઈએ. વોટિંગ કરવા જાવ ત્યારે વિચારજા કે કોના હાથે દેશનો વિકાસ થશે અને કોણ દેશને આગળ લઈ જશે. હાલની પરિસ્થિતિ બધાને ખબર છે, આખા દેશને હાલની પરિસ્થિતિ વિશે ખબર છે. દેશની જનતા હોશિયાર છે, જેથી વોટ કોને આપવો કોને લાવવું એ જનતા જાણે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY