બોમ્બે હાઇકોર્ટે મહિલાને ૨૪ અઠવાડિયાના ગર્ભપાત માટે મંજૂરી આપી

0
5

મુંબઇ,તા.૩૧
તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટે ૨૧ વર્ષીય મહિલાને ૨૪ અઠવાડિયાની પ્રેગ્નેન્સી દરમિયાન ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી સાથે જ કહ્યું કે, જો જીવિત ગર્ભનો જન્મ થાય તો બાળકનું કુદરતી મૃત્યુ ના થાય ત્યાં સુધી તેની જવાબદારી ઉઠાવવી પડશે. જો બાળકને કોઈપણ પ્રકારની હાનિ થઈ તો મહિલા, તેના તબીબ અને વકીલે ગુનાહિત કાર્યવાહી સહિતની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ૧૮ માર્ચે જસ્ટિસ સત્યરંજન ધર્માધિકારી અને બર્ગેસ કોલાબાવાલાની બેન્ચે કહ્યું, “અરજીકર્તાને તમામ વાતો સમજી છે અને દરેક પાસા ધ્યાનમાં લીધા છે અને તે ગમે તે પરિણામ ભોગવવા તૈયાર છે.” બેન્ચે કહ્યું કે, આ કેસમાં ડાક્ટર અને વકીલ સામે પણ ક્રિમિનલ કેસ ચાલી શકે છે.
પાલઘરમાં રહેતી મહિલાના ગર્ભમાં રહેલા બાળકના મગજનો વિકાસ નબળો છે. પ્રેગ્નેન્સીના ૨૨મા અઠવાડિયા દરમિયાન મહિલાને આ વિશે જાણ થઈ. ગર્ભપાતની મંજૂરી માટે મહિલાએ હાઈકોર્ટમાં અપીલ કરી કારણકે કાયદા પ્રમાણે ૨૦ અઠવાડિયા સુધીની પ્રેગ્નેન્સીમાં જ ગર્ભપાત થઈ શકે છે. આ કેસ માટે મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી. તેમણે કહ્યું, ગર્ભ ‘ગંભીર શારીરિક વિકલાંગતાનું નોંધપાત્ર જાખમ’ના માપદંડમાં આવે છે. આગળ જતાં મહિલાની ગર્ભાવસ્થા પૂરી થશે અને બાળક જન્મ લેશે. મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ જજાએ મહિલાના વકીલ આફ્રિન ખાનને જણાવ્યું, નિષ્ણાતોના મતે ગર્ભપાત બાદ પણ બાળક જીવિત જન્મી શકે છે.
જજાએ મહિલાના વકીલને પૂછ્યું, બાળક જીવતું જન્મશે તો તેના ભરણપોષણ અને અન્ય પરિસ્થિતિઓની જવાબદારી કોણ સ્વીકારશે? આ પ્રશ્ન ઉદ્ભવવાનું કારણ છે મેડિકલ બોર્ડે રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે, “માનનીય હાઈકોર્ટને વિનંતી કરવામાં આવે છે કે જા બાળક જીવતું જન્મે તો તેના માતા-પિતાને તેની જવાબદારી ઉઠાવવાનો તેમજ જરૂરી નિયો-નટાલ સારવાર પૂરી પાડવાની સૂચના આપાવામાં આવે.” વકીલે મહિલા સાથે વાત કર્યા બાદ કોર્ટને કહ્યું, “મહિલા પોતાના નિર્ણય પર અડગ છે અને જા તેનો ગર્ભ જીવિત જન્મશે તો તેની જવાબદારી સ્વીકારવા પણ તૈયાર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY