સુરત, તા.૪
ઓલપાડના સીમલથુ ગામના તળાવમાં ગત બે દિવસ પહેલા ડુબેલા યુવાનની લાશ આજે મળી આવતા ફાયર સ્ટાફ દ્વારા કિમ પોલીસ મથકના કોન્સ્ટેબલને હુવાલે કરવામાં આવી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કે સાયણ સુગર નજીક સીમલથુ ગામના તળાવમાં યુવાન ડુબી ગયો છે. બનાવની જાણ થતા જ ફાયર સ્ટાફ સ્થળ ઉપર પહોંચી તળાવમાં ડુબેલ યુવાનની લાશને બહાર કાઢી કિમ પોલીસને કબજો સોંપ્યો હતો. મૃતક યુવકનું નામ દેસાઈ વિજય લાલીયા (ઉ.વ.૩૪, રહે. ધુલે પીપરડીગામ) બે દિવસ અગાઉ તળાવમાં ડુબી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




