અભિષેક માર્કેટના ૧૦ વેપારીઓએ ફરિયાદ નોંધાવી
સુરત, તા.૪
રિંગરોડ શ્રી શાંતિનાથ ટેક્ષ તથા અભિષેક માર્કેટના વેપારી પાસેથી ગ્રે કાપડનો જથ્થો ઉધારમાં લઈ બજારમાં સસ્તા ભાવે વેચી દઈ ૪૨.૩૦ લાખનું પેમેન્ટ નહીં કરી વિશ્વાસઘાત કરી ૩ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ખટોદરા ખરવર નગરની પાછળ લક્ષ્મણ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વશરામભાઈ જેઠાભાઈની એક ગ્રે કાપડની દુકાન અભિષેક માર્કેટમાં આવેલી છે. મૂળ રાજસ્થાન બાડમેર જિલ્લાના વતની અને હાલમાં અભિષેક ટેક્ષટાઈલ માર્કેટમાં શાંતિનાથ ટેક્ષના પ્રોપરાઈટર ચન્દ્રકુવરસિંહ વિજયસિંહ રાઠોડ તથા ઓમકારસિંગ નામના બે ઈસમોએ વશરામભાઈ તથા અન્ય ૧૦ વેપારીઓ પાસેથી ગ્રે કાપડનો જથ્થો ઉધારમાં ખરીદ્યો હતો. અને ત્યારબાદ અલગ અલગ તારીખે ખરીદવામાં આવેલો ગ્રે કાપડનો જથ્થો બજારમાં સસ્તા ભાવે વેચી દઈ રૂ.૪૨.૩૦ લાખનું પેમેન્ટ નહી કરી વેપારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આરોપીઓ પોતાની દુકાન તથા મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




