સુરત પાલિકાની ઢોર ડબ્બા પાર્ટી સાથે ઝપાઝપી કરનાર યુવકની ધરપકડ

0
28

સુરત,તા.૧૬
મોટા વરાછા અને બોમ્બે માર્કેટ પાસે રખડતા ઢોર પકડવાની કામગીરી દરમ્યાન પાલિકાની ઢોર ડબ્બા પાર્ટી સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. બનાવ મામલે અમરોલી પોલીસ મથક અને પુણા પોલીસ મથકમાં ફરિયાદ કરવાની તજવીજ કરવામાં આવી હતી.
૧૫મી નવેમ્બરે સાંજે સાડા ચાર વાગ્યે પાલિકાની ઢોર ડબ્બા પાર્ટીએ મોટા વરાછાના ખડે ફળિયા હનુમાન મંદિર નજીકથી બે રખડતી ગાય પકડી હતી. પશુધનને ટ્રેક્ટર સાથે બાંધી દેવામાં આવી હતી દરમ્યાન સ્થળ ઉપર આવી પહોંચેલા પશુ પાલકોએ ગાય છોડાવવા કર્મીઓ સાથે છુટા હાથની મારામારી કરી હતી. સાથે જ બીજી વખત ગાય પકડવા આવ્યા તો હાથ-પગ તોડી પાડવાની ધમકી ઉચ્ચારી હતી.
પશુ પાલકોએ પાલિકા કર્મીની સાથે બંદોબસ્તમાં હાજર એસઆરપી ટીમ સાથે ગેરવર્તણૂક કરી હતી. ઝપાઝપી કરી રહેલાં પશુ પાલકો પૈકીના એકને કર્મીઓ પકડી અમરોલી પોલીસ મથક લઈ જઈ સોંપ્યો હતો. સાથેજ કાયદેસર કાર્યવાહી કરવાની પણ તજવીજ કરી હતી. તેવી જ રીતે બોમ્બે માર્કેટ નજીક પણ ઢોર પકડવાની કામગીરીના વિરોધ સાથે પશુ પાલકો અને પાલિકા કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયો હતો. આ ઘટનાનો એક વિડીયો પણ બનાવાયો છે જે પુણા પોલીસને આપવામાં આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY