રૂપિયાની માંગણી કરી હુમલો કરાતા પોલીસ ફરિયાદ
સુરત, તા.૪
પલસાણા બલેશ્વર ગામ ખાતે એક ઈસમને નજીવી બાબતમાં ધક્કો મારી પેટ તેમજ પીઠના ભાગે લાતો મારી એક આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ પલસાણા પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે મારા મારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા તાલુકાના બલેશ્વર ગામના ખાટા મહોલ્લામાં અઝીમખાન અજીજખાન પઠાણ રહે છે. ગત દિવસોમાં અઝીમખાન પઠાણ બલેશ્વર ગામના ટાંકી ફળીયાના સાંકડા પુલ ઉપર બેઠો હતો. ત્યારે યુસુફભાઈ માંકડા નામના આરોપી ત્યાં આવ્યો હતો. ત્યારબાદ અઝીમ ખાને તેમને જણાવ્યું હતું કે મારી માલિકીની ભાડા વાળી રૂમોવાળી બિલ્ડિંગ છે. જે બિલ્ડિંગની આકારણી અલગ-અલગ કરવાની છે. ત્યારે આરોપી યુસુફ માંકડાએ જણાવેલુ કે તમે પંચાયતની જગ્યામાં દુકાનો બાંધી છે. એટલે આકારણીના વધારે નાણા આપવા પડશે તેમ જણાવી પેટ તેમજ પીઠના ભાગે લાતો મારી ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો. પલસાણા પોલીસે આઈપીસી ૩૨૩ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



