વેપારીએ રૂપિયાની માંગણી કરતા ડ્રાઈવરે ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી
સુરત, તા.૫
ગોપીપુરા કાજીના મેદાનમાં આવેલ તમાકુવાળા ટ્રેડીંગ કંપનીને ડ્રાઈવર કમ ડીલીવરમેન વેપારીઅો પાસેથી ઉઘરાવેલા માલના કુલ રૂ.૭,૦૫,૦૬૧ નહીં જમા કરાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. ઉપરથી આરોપીએ ફરિયાદીને રૂપિયા માંગશે તો પગ તોડી નાંખવાની ધમકી આપી હતી.
અઠવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોપીપુરા કાજીનું મેદાન મહાવીર એપાર્ટમેન્ટમાં તમાકુવાળા ટ્રેડીંગ કંપની ધરાવતા જાગૃતિબેન સુનીલભાઈ તમાકુવાળાએ આરોપી ટેમ્પો ડ્રાઈવર કમ ડીલીવરીમેન સુરેશ બાબુ પાટીલની સામે ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી સુરેશ બાબુ પાટીલે એવરેસ્ટ મસાલાના અલગ અલગ પ્રોડક્ટ્ની ડીલીવરી કરી વેપારીઅો પાસેથી રૂ.૭,૦૫,૦૬૧ નહીં આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. ફરિયાદીએ રૂપિયાની માંગણી કરતા આરોપીએ થાય તે કરી લેવાની અને પગ તોડી નાંખવાની ધમકી આપી હતી. અઠવા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



