વલસાડમાં મહત્તમ ૩૩ ડીગ્રી તાપમાન
સુરત, તા.૫
સમગ્ર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માં આકરો તાપ નીકળતા ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો સામાન્યથી નીચો રહેતા અને પવન ફુંકાવાના લીધે શહેરીજનોને હંગામી રાહત મળી હતી.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૬.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૬.૫ ડીગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૨ ટકા અને હવાનું દબાણ ૧૦૧૩ મિલીબાર નોîધાયું છે. શહેરમાં સવારથી દક્ષિણ દિશાથી કલાકના ૮ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે.
નવસારીમાં આજે અધિકતમ તાપમાન ૩૫ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૦.૨ ડીગ્રી નોîધાયું છે. વલસાડમાં આજે અધિકતમ તાપમાન ૩૩.૯ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૦.૬ ડીગ્રી નોîધાયું છે.
આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ ભારે પવન ફુંકાતા ગરમીનો પારો સામાન્ય કરતા ઓછો છે. જ્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૧૧ જિલ્લામાં ગરમીનો પારો ૪૦ થી ૪૩.૭ ડીગ્રી સુધી પહોîચી ગયો છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધે તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



