૧૨૦૦૦ વેબસાઇટ બ્લોક છતા લીક થઇ ‘૨.0’..!!

0
32

મુંબઈ-ચેન્નાઈ,તા.૩૦
મદ્રાસ હાઇકોર્ટ દ્વારા ૩૭ જેટલી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડ કરનારી ૧૨,૦૦૦ જેટલી વેબસાઇટને બ્લોક કરવામાં આવી હતી. તેની પાછળનું સૌથી મોટુ કારણ હતું કે, રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ ‘૨.૦’ બજારમાં લિક ન થઇ જાય અને તેનું પાયરેટેડ વર્ઝન માર્કેટમાં ન ફરવા લાગે. પણ જેનો ડર હતો તે જ થયું. પાયરસી અને ઓનલાઇન ફિલ્મ લિક કરવા માટે જાણીતી વેબસાઇટ ‘તમીલ રોકર્સ’ દ્વારા ગણતરીનાં કલાકોમાં જ રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ ‘૨.૦’ લિક કરવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે આ ફિલ્મ લિક થવાથી ફિલ્મની આખી ટીમ દુખી છે. ફિલ્મનાં સાઉન્ડ ડિઝાઇનર ઓસ્કાર વિનર રુસેલ પુકુટ્ટીએ ટિવટર પર આ વાત જણાવી છે. અને તેણે રજનીકાંતનાં ચાહકોને અપીલ કરી છે કે, કોર્ટનાં ઓર્ડર છતાં કેટલાંક લોકોમાં એટલી હિંમત છે કે તેઓએ ફિલ્મ લિક કરી છે. જા તમે રજનીકાંતનાં ફેન્સ છો તો હવે તમારે જ તેમને સબક શીખવવો પડશે.’
‘૨.૦’એ પૂર્વ ધારણાઓને સાચી ઠેરવીને ઓપનિંગ ડેએ બમ્પર કમાણી કરી છે. ગુરુવારે રીલિઝ થયેલી આ ફિલ્મે એકલા ભારતમાં જ ૭૩.૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે પૈકી ઉત્તર ભારતમાં તેના હિન્દી વર્ઝને ૨૧ કરોડ રૂપિયા, તામિલનાડુમાં ૨૦ કરોડ રૂપિયા, તેલુગુ સ્પીકિંગ સ્ટેટ્‌સમાં ૧૯ કરોડ, કેરળમાં ૫.૫ કરોડ અને કર્ણાટકમાં ૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY