મોટર સાયકલના હપ્તા ભરવા યુવકે અન્ય પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા
સુરત, તા.૮
બારડોલી-બામણી ગામ ખાતે રહેતા એક યુવકે મોટર સાયકલ લોન પર લીધી હતી અને આ લોનના હપ્તા ચૂકવવા કોઈક વ્યક્તિ પાસે હાથ ઉછીના નાણાં નહીં ચૂકવી શકતા પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધો હોવાનો બનાવ બારડોલી પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારડોલી તાલુકાના બામણી ગામ ખાતે રોહિતભાઈ શંકરભાઈ હળપતિ રહે છે. ૨૫ વર્ષનો આ યુવક ફાઈલિંગનું કામ કરે છે. તેમણે સ્પ્લેન્ડર મોટર સાયકલ લોન પર લીધી હતી. આ લોનના હપ્તા તેમણે દર મહિને ભરવાના હતા એટલે લોનના હપ્તા ભરવા માટે તેમણે કોઈ સગા સંબંધી પાસેથી હાથ ઉછીના નાણાં લીધા હતા. છેલ્લા કેટલાય મહિનાથી રોહિત હળપતિને ડ્રાઈવિંગનું કામ મળતું ન હતું. એટલે તેઓ સગા સંબંધી પાસેથી લીધેલ ઉછીની રકમ ચૂકતે કરી આપવા અસમર્થ હતો. છેલ્લા કેટલાય સમયથી તેઓ ટેન્શનમાં રહેતા હતા. ૨૫ વર્ષના રોહિતભાઈ ગતરોજ હરિપુરા ગામના ખેતર પાસે ઝાડ પર દોરી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




