નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે ‘ક્રિટીકલ ઈલ પેશન્ટ’ વિષયે વર્કશોપ યોજાયો

0
73

તત્કાલ સારવાર અંગે કૌશલ્ય વર્ધક પદ્ધતિનું નિદર્શન કરાયું
સુરત, તા.૮
સરકારી નર્સિંગ કોલેજ, નવી સિવિલ હોસ્પિટલ, સુરત દ્વારા ‘‘પ્રોમ્ટ મેનેજમેન્ટ ઓફ ક્રિટીકલી ઈલ પેશન્ટ’’ ઉપર દક્ષિણ ગુજરાતના નર્સિસ, નર્સિંગ શિક્ષકો, એન્જિનિયર અને નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે ૩૫૦ ડેલીગેટ્સ હાજર રહ્ના હતા. ‘‘વિશ્વ આરોગ્ય દિવસ’’ના ભાગરૂપે થીમનું અનાવરણ પ્રિન્સીપાલ ઈન્દ્રાવતીરાવ દ્વારા કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન પદે તેજાણી કેન્સર હોસ્પિટલના અનુભાઈ તેજાણી અને ક્રેડાઈના જસમતભાઈ વીડિયા દ્વારા વર્કશોપને ખુલ્લો મુકવામાં આવ્યો. આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ, મેડીકલ સુ­ટેન્ડન્ટ ડૉ. ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડૉ. કેતન નાયક, નર્સિંગ સુ­ટેન્ડન્ટ, નર્સિંગ એસોસિએશનના સેક્રેટરી કિરણ દોમડિયા, ઝોનલ સભ્ય દિનેશ અગ્રવાલ, વક્તા ડૉ. અનુજ ક્લાર્ક અને એમ્બુ ઈન્ડયાના પ્રતિનિધિઓ અને ટીમ હાજર રહી હતી. સેનેટ મેમ્બર ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ હાજર હતા. આ કાર્યશાળામાં બેઝીક લાઈફ સપોર્ટ, એડવાન્સ લાઈફ સપોર્ટ, એઈડી મશીનનું નિદર્શન અને તાત્કાલિક સારવારમાં મદદરૂપ દવાઓ, સાધન સામગ્રી અને કૌશલ્ય વર્ધક રીતોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
વર્કશોપને સફળ બનાવવામાં પ્રિ­ન્સીપાલ ઈન્દ્રાવતી રાવ, વર્કશોપમાં વાઈસ પ્રિન્સીપાલ સોનલ પેડવા અને હસમુખ ખલાસીએ સંચાલન કર્યુ. લોકલ એસ.એન.એ. એડવાઈઝર સ્મીનલ ચૌધરી અને ચતુર્થ વર્ષ નર્સિંગના વિદ્યાર્થીઓ, લોકલ બ્રાંચના અશ્વિન પંડ્યા વગેરે સહિત સાઉથ ગુજરાતની વિવિધ નર્સિંગ કોલેજના ફેકલ્ટીઝ અને વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યશાળાને સફળ બનાવી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY