સવજી કોરાટ પુલ પરથી અજાણી વ્યક્તિનો તાપી નદીમાં ભૂસ્કો

0
6

તાપી નદીમાં ફાયર બ્રિગેડે શોધખોળ આદરી
સુરત, તા.૮
ગત રાત્રે વરાછા સવજી કોરાટ બ્રીજ પરથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તાપી નદીમાં ભૂસકો માર્યો હોવાનો મેસેજ અન્ય રાહગીરો અને વાહન ચાલકો દ્વારા ફાયર બ્રિગેડને કર્યો હતો.
ફાયર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા સવજી કોરાટ બ્રીજ ઉપરથી તાપી નદીમાં ભૂસકો મારવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી. રાત્રિના અંધારામાં શોધખોળ શક્ય ન બનતા આજે સવારે ફાયરની ટીમ ૮ કલાકે ફરીથી શોધખોળ માટે ગઈ છે. બપોર સુધીમાં ભૂસકો મારનાર વ્યક્તિની કોઈ ભાળ મળી નથી. ગત રાત્રે બ્રીજ પરથી પસાર થનાર રાહગીર વાહન ચાલક દ્વારા ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY