અર્જનસિંહ પરમારના પ્રમુખ પદે યોજાયો સન્માન સમારંભ
સુરત, તા.૯
વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયના આચાર્ય અર્જુનસિંહ બી. પરમારના પ્રમુખ પદે આંકડાશાસ્ત્ર વિષયના શિક્ષકોનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો હતો. નિવૃત્ત શિક્ષકોને સાલ, સન્માનપત્ર, ગીફટ અને બુકેથી સન્માનિત કરવામાં આવ્યા. નિવૃત્ત શિક્ષકો વિનોદકુમાર ગંગાપ્રસાદ યાદવ, વિદ્યાભારતી હિન્દી વિદ્યાલય, ભટાર ચાર રસ્તા, સુરત, વિભુવનભાઈ ભગુભાઈ પરમાર દાદાભાઈ એદલજી ઈટાલીયા સાર્વજનિક હાઈસ્કૂલ ચીખલી તથા અજયકુમાર નટવરલાલ દેસાઈ ધી ડી.કે.ટાટા. હાઈસ્કૂલ, નવસારીની વક્તાઓએ સરાહના કરી નિરામય જવનની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે આચાર્યાશ્રીએ શિક્ષકોના સન્માન માટે આંકડાશાસ્ત્ર અભ્યાસ વર્તુળને ધન્યવાદ આપ્યા અને આ પરંપરાને આગળ પણ જાળવી રાખવા અનુરોધ કર્યો, સન્માનનો પ્રતિભાવ આપતા ૩૫ વર્ષથી સેવા આપતા વિનોદભાઈએ જણાવ્યું કે ૧૯૯૯ થી આંકડાશાસ્ત્ર પરિવારે એક પરિવારની ભૂમિકા નિભાવી છે.
કાર્યક્રમને સપળ બનાવવામાં કોર્ડિનેટર ગિરીશભાઈ, યજ્ઞાબેન તથા રણજીતસિંહ ચૌહાણ, મોડરેટર મિત્રો અને ગ્રુપના સભ્યો હાજર રહ્ના હતા.
સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કે જેઓ આંકડાશાસ્ત્ર વિષયના શિક્ષક પણ છે તેમણે સરાહનીય કાર્ય કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા જગદીશભાઈ પરમારે કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



