વિદ્યાર્થીઓ-વાલીઓને નિષ્ણાંત કાઉન્સિલરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે
સુરત, તા.૯
મોડલ કેરીયર સેન્ટર અને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ બ્યુરો દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને લઈ ધો.૧૦ અને ૧૨ પછી શું? બાબતે ફોન ઉપર કેરિયર માર્ગદર્શન અંગેનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના વિદ્યાર્થીઓ ટેલીફોનિક સંપર્ક સાધી કારકિર્દી માર્ગદર્શન મેળવી શકે છે. સુરત ખાતે મોડલ કેરિયર સેન્ટર, આઈ.ટી.આઈ., મજુરા ખાતે ટે.નં.(૦૨૬૧)-૨૬૫૫૫૧૨૨ નંબર પર પ્રમોદ મિશ્રા અને પ્રદિપ શિરસાઠ તથા સી-૫, બહુમાળી બિલ્ડીંગ ખાતે મો.(૦૨૬૧)-૨૪૬૦૪૧૬ પર બિપીનભાઈ માંગુકીયા, નવસારી જિલ્લામાં એ-બ્લોક, ત્રીજોમાળ, જીલ્લા સેવા સદન ટે.નં.(૦૨૬૩૭)-૨૩૪૭૨૩ પર હેતલબેન ખેતાની તથા લક્ષ્મણભાઈ સરધારા, તાપી જિલ્લામાં બ્લોક-૪, ત્રીજો માળ, જીલ્લા સેવા સદન ખાતે ટે.નં.(૦૨૬૨૬)૨૨૦૨૮૯ પર વિનોદભાઈ, સાવિત્રીબેન, વિરલભાઈ ચૌધરી, વલસાડ જિલ્લામાં ચોથો માળ, જીલ્લા સેવા સદન ટે.નં.(૦૨૬૩૨)૨૪૪૪૦૯ પર કેતનભાઈ ચાપાનેરીયા તથા દિપેશભાઈ ભોયા, નર્મદા જિલ્લામાં બીજો માળ, રૂમનં.૫૨/૫૩, જીલ્લા સેવા સદન ટેનં.(૦૨૬૪૦)૨૨૦૨૬૬ પર કલ્પેશભાઈ ચૌધરી તથા ગુંજનભાઈ સોની, ભરૂચ જિલ્લામાં એ-બ્લોક ભોય તળિયુ, કલેકટર કચેરી ટે.નં.(૦૨૬૪૨)૨૬૦૭૦૨ પર જીગ્નેશભાઈ રાણા, પીન્ટુભાઈ રબારી તથા ફાલ્ગુનીબેન શાહ તથા ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે ટે.નં.(૦૨૬૩૧)૨૨૦૩૯૩ પર જયેશભાઈ થોરાટ તથા ભાવનાબેન ગામીત પર માર્ગદર્શન મેળવી શકશે તેમ નાયબ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



