રૂ.પાંચ લાખની ઉઘરાણી કરનાર ત્રણ બુકીઓની ધરપકડ
સુરત, તા.૧૦
આઈપીએલ મેચ ઉપર સટ્ટો રમાડતા બુકીઓએ પૈસાની લેતી દેતીમાં એક બુકીનું અપહરણ કરી જઈ રૂપિયા પાંચ લાખની માંગણી કર્યાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. પોલીસે ત્રણ બુકીની ધરપકડ કરી હતી.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અલથાણ પુરૂષોત્તમનગરમાં રહેતો બુકી અનિલ ચંદ્રકાંત ઠાકુરે આપેલી ફરિયાદ મુજબ ગત તા.૯-૪-૨૦૧૯ના રોજ સાંજે ૬.૧૫ કલાકે આરોપી મોન્ટુ માલિયા સહિત ત્રણ જણાએ ફરિયાદી અનિલ ઠાકુરને ફોર વ્હીલ ગાડીમાં બેસાડી જુદા જુદા વિસ્તારોમાં ફેરવી રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી. તેમજ આઈપીએલમાં સટ્ટો લગાડવાની વેબસાઈટ બંધ કરી દીધી છે, તે ચાલુ કરી દે નહીંતર તને જવા દઈશું નહીં, તેવી ધમકી આપી ગુનો કર્યો હતો. ખટોદરા પોલીસે ફરિયાદ બાદ તપાસ હાથ ધરી આરોપી મોન્ટુ માલીયા ચંદન સત્યવત્તી સીંબુ પટેલની ધરપકડ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




