ડીએચએલ એક્સપ્રેસે ઈકોમર્સ મારફતે ‘યલો યાત્રા’ લોન્ચ કરી

0
6

મલ્ટી સિટી પ્રોગ્રામની પ્રથમ ઈવેન્ટ સુરતમાં સફળતાપૂર્વક પૂર્ણ
સુરત, તા.૧૦

વિશ્વની અગ્રણી આંતરરાષ્ટ્રીય એક્સપ્રેસ સર્વિસ પ્રદાતા ડીએચએલ એક્સપ્રેસે તેની ઇવેન્ટની મલ્ટી સિટી સિરીઝ ‘યલો યાત્રા’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જે ભારતના વિવિધ શહેરોના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો (એમએસએમઇ)ના ઉદ્યોગ સાહસિકોને આંતરરાષ્ટ્રીય ઇ-કોમર્સમાં કેવી રીતે સફળતા પ્રાપ્ત કરવી તેની પર કેન્દ્રિત છે.
ઇવેન્ટ ખાતે ઉદ્યોગસાહસિકોને ઉદ્યોગ નિષ્ણાતોને સાંભળવાની તક મળી હતી, ઇ-કોમર્સ ખેલાડીઓ સાથે શ્રેષ્ઠ આચરણો શેર કરવાની અને અત્યંત અગત્યનું તેવું અગત્યનું બિઝનેસ નેટવર્ક ઊભુ કરવાની તક મળી હતી.
સિરીઝના લોન્ચ અંગે ટિપ્પણી કરતા ડીએચએલ એક્સપ્રેસ ઇન્ડિયાના કંટ્રી મેનેજર આર.એસ. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “એમએસએમઇ ભારતીય જીડીપીમાં ૮ ટકાથી વધુનુ યોગદાન આપતા હોવાથી ભારતીય અર્થતંત્ર માટે અગત્યના છે અને તેઓ ભારતમાં કુલ કારોબારમાં ૭૦ ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે. ‘યલો યાત્રા’ની શરૂઆત સરહદ પારના –કોમર્સ વેપારમાં ભાગીદારી મારફતે ભારતીય એસએમઇની વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની અમારી આગળ ધપી રહેલી પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. અમારું વિસ્તરિત સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક નેટવર્ક એવી એસએમઇ માટે સહાયકર્તા છે જે તેમના શહેરની બહાર સાહસ કરવા ઇચ્છે છે.”
ભારતનો ઇ-કોમર્સ ઉદ્યોગ ૨૦૨૦ સુધીમાં આશરે ૧૦૦ અબજ ડોલરના ટર્નઓવરને સ્પર્શે તેવી શક્યતા છે. યલો યાત્રા પ્રોગ્રામનો હેતુ એકમાત્ર પ્લેટફોર્મ બની રહેવાનો છે જે બહોળી ઇકોસિસ્ટમ સાથે ઉદ્યોગસાહસિકોને જોડે છે, તેમજ તે કર સલાહકારો, ડિજીટલ માર્કેટર્સ અને ઓનલાઇન માર્કેટ પ્લેસનું ઊંડુ જ્ઞાન ધરાવતા નિષ્ણાતો, વેબ ડેવલપમેન્ટ પ્લેટફોર્મ અને પેમેન્ટ ગેટવેથી બનેલી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY