ચોમાસાની ૠતુ પૂર્વે લેપ્ટો.નો રોગચાળો નિયંત્રિત કરવા આરોગ્ય વિભાગની કવાયત

0
7

દક્ષિણ ગુજરાતના આરોગ્ય અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન કરાયું
સુરત, તા.૧૦

ચોમાસાની ઋતુ દરમિયાન દક્ષિણ ગુજરાતના ખેડુતોમાં વ્યાપકપણે દેખાતો લેપ્ટોસ્પાયરોસિસના રોગને અસરકારકપણે નિયંત્રણમાં રાખવા અને અસરગ્રસ્ત વ્યક્તિઓને સમયસર સારવાર પૂરી પાડી શકાય તે માટે સુરત, તાપી, નવસારી અને વલસાડના આરોગ્ય અધિકારીઓ સાથે વર્તમાન વર્ષના આયોજન તથા ગત વર્ષમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા બેઠક આરોગ્ય વિભાગના અધિક નિયામકશ્રી જી.સી.પટેલના અધ્યક્ષસ્થાને નવી સીવીલ હોસ્પિટલના સભાખંડમાં યોજાઈ હતી.
બેઠકમાં અધિક નિયામકશ્રી પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના સમગ્ર વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી અસરકારક કામગીરીના પરિણામે સતત પાંચ વર્ષમાં લેપ્ટોસ્પાયરોસીસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વરસાદની સીઝન પહેલા કામગીરી હાથ ધરાઈ તે જરૂરી છે. હાઈરીસ્ક એરીયામાં પેરામેડીકલ સ્ટાફ, નર્સ, આંગણવાડી કાર્યકરોને સધન તાલીમ આપવા તથા દવાઓનો જથ્થાની ઉપલબ્ધતા જેવા અનેક મુદ્દાઓ પર વિસ્તૃત વિચારમંથન કરાયું હતું.
બેઠકમાં સૂરત, તાપી, વલસાડ, નવસારી જિલ્લાના આરોગ્ય અધિકારીઓએ લેપ્ટોસ્પાઇરોસીસ રોગ અંગે કરવામાં આવેલા આયોજન અંગેની પાવરઓફ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત વિગતો આપી હતી. ૨૦૧૮ની વિગતો જોઈએ તો સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસીસના ૧૨ કેસો પૈકી કોઈ દર્દીનો મૃત્યૃનો બનાવ નોંધાયો નથી. જયારે નવસારીમાં ૧૪ કેસો પૈકી બે દર્દીના મૃત્યૃ થયા હતા. વલસાડમાં પાંચ અને તાપી જિલ્લામાં ૧૫ કેસો પૈકી કોઈના મૃત્યૃ નોંધાયા ન હતા.
આ વેળાએ સુરતના આરોગ્ય અને તબીબી સેવાઓના વિભાગીય નાયબ નિયામકશ્રી આર.કે.કછલ, સુરતના સી.ડી.એચ.ઓ.શ્રી ચૌધરી, અન્ય જિલ્લાઓના આરોગ્ય સાથે સંકળાયેલા ડોકટરદ, ખેતીવાડી, પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY