મુંબઈ,તા.૨
ઋષિ કપૂરે થોડા મહિના પહેલાં જાહેર કર્યું હતું કે, તેઓ ટ્રીટમેન્ટ માટે અમેરિકા જઈ રહ્યા છે. એ સમયથી જ તેમની બીમારી વિશે જાતજાતની અટકળો વહી રહી છે. જાકે, કપૂર્સ તરફથી હજી સુધી જણાવાયું નથી કે, કઈ બીમારી માટે ઋષિની સારવાર કરવામાં આવી રહી છે. જાકે, પહેલી વખત નીતુ કપૂરે તેની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઋષિની બીમારી વિશે હિન્ટ આપી હોય એમ જણાય છે.
નીતુએ ઋષિ, રણબીર, આલિયા અને રિદ્ધિમાની સાથે એક પર્ફેક્ટ ફેમિલી ફોટોગ્રાફ શૅર કરતાં લખ્યું હતું કે, ‘હેપ્પી ૨૦૧૯. આ વર્ષે કોઈ સંકલ્પ નહીં, ફક્ત વિશ. ઓછું પોલ્યુશન અને ટ્રાફિક. આશા છે કે, ભવિષ્યમાં કેન્સર એ માત્ર ઝોડિયાક સાઇન જ હોય. નફરત નહીં, ગરીબી ઓછી થાય, ખૂબ જ પ્રેમ અને સાથે રહો તેમજ સૌથી જરૂરી સારું આરોગ્ય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




