સુરત,તા.૧૦
સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં બુધવારે હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યો હતો. દરમિયાન હાર્દિકે અલ્પેશ ઠાકોરના ચાલતા મામલા અંગે જણાવ્યું હતું કે, જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડશે નહીં. પાર્ટીના હોદ્દેદારોએ અલ્પેશ જોડે વાત કરી હતી.
હાર્દિકે કોર્ટ પરિસરમાં જણાવ્યું હતું કે, ભાજપ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને તોડવાનો પ્રયાસ કરી રહી છે. જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડશે નહીં. ગતરોજ પાર્ટીના હોદ્દેદારોએ અલ્પેશ જોડે વાત કરી હતી. આજે સાંજે હું અલ્પેશને મળવાનો પ્રયાસ કરીશ અને શાંતિપૂર્વક રીતે ચર્ચા કરીશ. કોંગ્રેસ તમામ નેતાઓને વર્ચસ્વ આપે છે અને પદ પણ આપે છે. અલ્પેશ એક કદાવર નેતા છે. સૌને પોતાનો સમાજ પ્રથમ હોય છે અને સમાજ કહે તેમ ચાલવું પડે.
હાર્દિક કોર્ટમાં હાજર રહ્યા બાદ સુરત પાસ નેતા અલ્પેશ કથીરિયાને પણ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસે મીડિયા સાથે ગરવર્તન કર્યું હતું. તમામ પોલીસ કર્મીઓએ મીડિયા કર્મીઓ જાડે ધક્કામુક્કી કરી દૂર ખસેડવામાં આવ્યા હતા. અલ્પેશ પણ કહ્યું હતું કે, મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





