સુરત, તા.૧૧
ઉધના વિસ્તારમાં સફાઈ કામદાર મહિલા કર્મચારીને નોકરી ઉપર મોડે આવવા માટે ઠપકો આપતા માઠુ લાગી આવ્યું હતું. મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉધના ઝોન વિસ્તારમાં કામ કરનાર સફાઈ કર્મચારી વૈશાલી કિશન જાધવ ઉ.વ.૩૨ રહે. પટેલનગર ઉધના છેલ્લા એક સપ્તાહથી નોકરી ઉપર નિયત સમય કરતા લેટ આવતી હતી. સુપરવાઈઝર દ્વારા નોકરી ઉપર મોડેથી આવવા બદલ ઠપકો આપતા મહિલાને માઠુ લાગી આવ્યું હતું. આજે સવારે પણ વૈશાલી જાધવ નોકરી પર લેટ આવતા તેણીને ઠપકો આપવામાં આવ્યો હતો. જેથી તેણીએ ઝેરી દવા પી આપવાનો પ્રયાસ કર્યો હતો. વૈશાલી જાધવને તાત્કાલિત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. વૈશાલી જાધવને એફ-૦ વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



