સુરત, તા.૧૧
માત્ર સુરતમાં બીએલઓની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને પણ લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે કામગીરી સોંપવામાં આવતા કર્મચારીઓમાં કચવાટ ઊભો થયો છે. આ અંગે બીએલઓની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓએ અન્ય જિલ્લાના ચૂંટણી અધિકારીનો પત્ર તાકીને સુરત જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ બીએલઓની કામગીરી સરકારી ફરજ બજાવતા શિક્ષકો સહિતના કર્મચારીઓ પાસે કરાવવામાં આવતી હતી. જેઓને ગુજરાતના અન્ય જિલ્લામાં ચૂંટણી સમયે કામગીરી સોંપવામાં આવી ન હતી. પરંતુ સુરત જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી બીએલઅોની કામગીરી કરનારા શિક્ષકો કર્મચારીઓના ઓર્ડરો કાઢવામાં આવ્યા છે. એ પણ પ્રિસાઈડીંગ ઓફિસર તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવતા બીએલઓની કામગીરી કરનારા કર્મચારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીના પરિપત્ર મુજબ મતદાન મથક ખાતે મતદાર સહાયતા કેન્દ્રમાં સ્વયં સેવકોની જરૂરીયાત ઊભી થાય તો બીએલઓની કામગીરી કરનારા કર્મચારીઓની પુલિંગ ઓફિસર તરીકે નિમણૂંક આપવાનું જણાવ્યું હતું. જેના પગલે પ્રિસાઈડીંગ ઓફિસર તરીકેના ઓર્ડરો કરવામાં આવતા કર્મચારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. આ અંગે ઓર્ડરોના આધારે કર્મચારીઓએ સુરત ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



