સારોલીના વેપારીએ ધમકી આપતા મામલો પોલીસમાં
સુરત, તા.૧૧
સારોલીના વેપારીએ એમ્બ્રોઈડરી જેબકામ કરનારા સાથે રૂ.૩૪ લાખની ઠગાઈ કરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કડોદરા કર્દમ રેસીડેન્સીમાં રહેતા આલોક રામચંદ્ર પાંડેએ આરોપી અશોક એન. રાવળ (રાધાક્રિષ્ણા લોજિક પાર્ક, સારોલી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી અશોક એન. રાવલે ફરિયાદી પાસે કુલ રૂ.૩૪,૦૦,૮૧૨નું જોબકામ અને ડિઝાઈનીંગનું કામ કરાવ્યું હતું. પાર્ટ પેમેન્ટ પેટે આપેલા ચેકો પમ રિર્ટન થયા હતા અને પેમેન્ટ માટે ખોટા વાયદાઓ કર્યા હતા. ફરિયાદી આલોક પાંડેએ વારંવાર ઉઘરાણી કરતા આરોપી અશોક રાવળે ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




