સરદાર બ્રીજ સાથે વાઈનિંગ કરેલા નવા બ્રીજ પર વાહનોની લાઈનો લાગી
સુરત, તા.૧૧
પાલિકા દ્વારા જુના સરદાર બ્રીજનું રીપેરિંગ કરવા માટે આજતી ૪૦ દિવસ માટે અડાજણથી અઠવાને જાડનાર લેન વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવી છે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બાજુમાં વાઈડનિંગ કરી નવા સરદાર બ્રીજની લેનનો ઉપયોગ કરી શકાશે.
મહાનગરપાલિકાના બ્રીજ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મનપા કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડીને જુના સરદાર બ્રીજના એક લેન ૧૧/૪/૨૦૧૯ થી ૨૦/૦૫/૨૦૧૯ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખી છે. ૪૦ દિવસ દરમ્યાન અડાજણથી અઠવાને જેડનાર જૂની લેનની રીપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન વાહન ચાલકો સરદાર બ્રીજના વાઈડનિંગ બાદ નવા બ્રીજની લેનનો ઉપયોગ કરી શકશે. આ સમયગાળા દરમ્યાન અડાજણથી અઠવા તરફ આવનાર વાહન ચાલકોને થોડી હાલાકી ભોગવવી પડશે. વાહન ચાલકો માટે મક્કાઈપુલનો બીજા એક વિકલ્પ પણ છે. પાલિકા દ્વારા અડાજણથી અઠવા તરફની લેનની રીપેરિંગ કર્યા બાદ અઠવાથી અડાજણ તરફની જૂની લેનનું રીપેરિંગ કામ હાથ ધરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



