કિશોર ભજીયાવાલાની જ્વેલરી, ડાયમંડ, મોતી, સોના અને ચાંદીના બિસ્કિટની જાહેર હરાજી

0
337

અઢળક બેનંબરી સંપત્તિના કહેવાતા માલિક
સુરત, તા.૧૧
નોટબંધી દરમ્યાન વિવિધ બેનામી ખાતાઓમાં કરોડો રૂપિયા જમા કરાવતા આવકવેરા વિભાગના સકંજામાં આવેલ ચકચારીત ભજીયાવાલા પરિવાર પર દરોડા પાડીને કરોડોની બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ભજીયાવાલા બંધુઓપાસેથી જપ્ત કરેલ દાગીનાની આવકવેરા વિભાગ દ્વારા ૨૫-૪-૨૦૧૯ના રોજ જાહેર હરાજી રાખવામાં આવી છે. હરાજીથી બાકી ટેક્સની વસૂલાત કરવામાં આવશે.
સુરત આવકવેરા વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નોટબંધીના સમયે ઉધના વિસ્તારમાં ભજીયાવાલા પરિવાર દ્વારા સુરત પીપલ્સ બેંકમાં પોતાના અને અન્યના બોગસ ખાતાઓમાં કરોડો રૂપિયા જમા કરાવી નોટો બદલવાનો ખેલ કર્યો હતો. આ અંગે આવકવેરા વિભાગ દ્વારા કિશોર ભજીયાવાલા તેનો પુત્ર જીજ્ઞેશ ભજીયાવાલા પર દરોડા પાડીને કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ, રોકડ રકમ, દાગીના, સોના ચાંદી હીરા જડિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. સુરત આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલ સોના ચાંદીના દાગીના, ડાયમંડના દાગીના, સોનાની ચાંદીની બિસ્કિટ, ચાંદીની ચીજવસ્તુઓ, હિરા જડીત સોનાની ઘડીયાળો, હિરા તથા મોતીની જાહેર હરાજી ૨૫-૪-૨૦૧૯ના રોજ અશ્વિન એન્ડ કંપની દ્વારા સુરત આવકવેરા વિભાગ ખાતે કરવામાં આવશે. હરાજીમાં ભાગ લેવા ઈચ્છુકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી જરૂરી ડીપોઝીટ ભરવાની રહેશે.
ભજીયાવાલા દ્વારા ટેક્સચોરી કરીને બેનામી સંપત્તિ વસાવી હતી. આ બેનામી સંપત્તિની ટેક્સ વસૂલી કરવા માટે જપ્ત કરેલ સંપત્તિની જાહેર હરાજી કરશે. હરાજીના રૂપિયાથી ટેકસની રીક્વરી કરવામાં આવશે. હરાજીમાં ભાગ લેનારાઓએ રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY