દીકરી વચ્ચે પડતા બચકુ ભરી પૂર્વ પતિ ભાગી ગયો
સુરત, તા.૧૧
નાનપુરા ખંડેરાવપુરામાં કોર્ટે છૂટાછેડા આપ્યા હોવા છતાં પણ પૂર્વ પતિ ઘરમાં ઘૂસીને બાહુપાશમાં જકડી લઈ દીકરી છોડાવવા જતા બચકુ ભરી જાનથી મારી નાખવાની ધમકી અપાયાનો બનાવ અઠવા પોલીસ સ્ટેશને નોંંધાયો હતો. આ કેસમાં અઠવા પોલીસે આરોપીની ધરપકડ કરતા આરોપીએ પીએસઓ જોડે પણ ઝપાઝપી કરી હતી.
અઠવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નાનપુરા ખંડેરાવપુરા મુસ્તાક બિલ્ડિંગમાં રહેતા સાજીદ મજીદ કાંગોલિયા ફરિયાદીના ઘરમાં ઘૂસી જઈ ભલે કોર્ટે છૂટાછેડા આખા, હું તને આજે છોડીશ નહીં તેમ કહી ફરિયાદી બાહુપાશમાં જકડી લીધી હતી. આ સમયે ફરિયાદીની દીકરી છોડાવવા વચ્ચે પડતા આરોપીએ દીકરાને હાથમાં ખચકુ ભરી લીધું હતુ઼ અને જાનથી મારી નાખવાની ધમકી હતી. આ બનાવ અંગે અઠવા પોલીસ અંગે અઠવા પોલીસી મથકે ફરિયાદ નોંધાતા પોલીસ આરોપી સાજીદ મજીદને ઉંચકી લાવી હતી.ત્યારે આરોપી સાજીદ મજીદે પોલીસે સ્ટેશનની પીએસઓ ભરતભાઈ ડાહ્નાભાઈ સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી પોલીસ સ્ટેશન માથે લેતાં પોલીસે તેના વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



