મુખ્ય અતિથિ દેબાશીષદાસ દ્વારા પંડીત કૈવલ્યકુમારનું સન્માન
સુરત, તા.૧૧
એનટીપીસી કવાસ દ્વારા અંગીકૃત આઈટીઆઈ ઓલપાડના વિદ્યાર્થી માટે સ્પિક મેહે. સંસ્થા માધ્યમથી ભારતીય શાસ્ત્રીય સંગીત કાર્યક્રમનું આયોજન ગતરોજ તા. ૧૦મી એપ્રિલના રોજ એનટીપીસી કવાસમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પંડિત કૈવલ્ય કુમારે ભારતીય શાસ્ત્રી સંગીત પ્રસ્તુત કર્યુ હતું. પંડિત કૈવલ્ય કયારે બંદિશ અહિર ભૈરવ, ભજન પ્રસ્તુતીઓથી શાસ્ત્રીય સંગીતના સુરોથી વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન પંડિત કૈવલ્ય કુમારને હાર્મોનિયમ પર શ્રી સુનિલ રેવરે સાથ આપ્યો હતો.
સ્પિક મેહેની સ્થાપના ૧૯૭૭માં ડો. કિરણ શેઠ દ્વારા કરવામાં આવી હતી. સ્પિક મેહેને ઉદ્દેશ્ય ભારતીય શાસ્ત્રી સંગીત અને પરંપરાના વારસાને વિભિન્ન પહેલું ઓના બાબતમાં જાગૃતતા વધારી એના છૂપાયેલા મૂલ્યોને આત્મસાત કરવા માટે યુવા મનને પ્રેરિત કરવાનું છે.
આજ ઉદેશ્ય હેઠળ આઈટીઆઈ ઓલપાડના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પિક મેહેતા સહયોગથી આયોજિત આ શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં આઈઆઈટીઆઈ ઓલપાડના ૧૨૫થી અધિક વિદ્યાર્થી ઉપસ્થિત હતાં.
કાર્યક્રમના અંતે મુખ્ય અતિથિ શ્રી દેબાશીષ દાસે શાસ્ત્રીય ગાયક પંડિત કૈવલ્ય કુમાર, હાર્મોનિયમ વાદક શ્રી સુનિલ રેવર અને તબલા વાદક શ્રીધર માંડેરજીને એનટીપીસી કવાસ તરફથી સન્માનિત કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



