ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બેની ધરપકડ

0
5

સુરત, તા.૧૨
પલસાણા ખાતે ક્રિકેટ પર સટ્ટો રમાડનારા એક સટોડિયાની પોલીસે ધરપકડ કરી રૂ. ૨૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બે સટોડિયાઅો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બે સટોડિયાઓ ફરાર થઈજતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ રાજસ્થાન પાલી જિલ્લાના વતની અને હાલમાં સુરત-પલસાણા ખાતે રહેતા સંજયકુમાર મારવાડી, પ્રવીણ ચોપડા તથા ટાઈગર વિગેરેઓ આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમાડતા હતા. તેઓ ઓનલાઈન રનફેરનો જુગાર રમાડતા હતા. પોલીસને મળેલી એક બાતમીના આધારે દરોડા પાડી સંજયકુમાર મારવાડીની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરી અંગ જડતી લેતા રોકડા રૂપિયા ૪૫૭૦, ૨ નંગ મોબાઈલ ફોન ૧ નંગ લેપટોપ મળી કુલ્લે ૨૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી રાજસ્થાનના પ્રવીણ ચોપડા તથા ટાઈગરને પોલીસ ચોપડે વોન્ટેડ બનાવ્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY