ચોર્યાસી ટોલ નાકા પાસેથી ૧૧ ભેંસો ભરેલી ટ્રકને ઝડપી પડાઈ

0
5

ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ
સુરત, તા.૧૨
કામરેજ તાલુકાના ચોર્યાસી ગામના ટોલટેક્ષ પાસથી પસાર થતી હતી એક ટ્રકમાંથી પોલીસે કતલખાને લઈ જવાતી ૧૧ ભેંસોને છોડાવી હતી. જ્યારે ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરી પશુ ક્રૂરતા અધિનિયમ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચની મદીના હોટલ નાગોરીવાડ મોહમદપુરા ખાતે ઈરફાન સાદીક કરેલા અને હુસેનીયા સોસાયટી ખાતે દિલિપસિંગ ઉર્ફે દિલવાર ગુલાબસિંગ જાદવ રહે છે. તેઓ ટાટા ટ્રક (જીજે-૧૬-વી-૪૮૯૦)માં વગર પાસ પરમીટે અને પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કર્યા વિના ગેરકાયદેસર રીતે ૧૧ ભેસો કતલખાને લઈ જતા હતા. કામરેજ પોલીસને મળેલી એક બાતમીના આધારે કામરેજ- ચોર્યાસી ટોલટેક્ષ નાકા પારો પોલીસ વોચ ગોઠવી ટ્રકને રોકી તપાસ કરી ૧૧ ભેંસોને છોડાવી ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી. પોલીસે પશુક્રૂરતા અધિનિયમ ૧૯૬૦ની કલમ ૧૫ (ડી), (ઈ) (૪) મુજબનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હતા.
જોકે, આજથી બે દિવસ પહેલા પોલીસે કતલખાને લઈ જવાતી બે ભેસોને છોડાવી ચાલકની ધરપકડ કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY