પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે રૂ.૮૯૦૦૦નો દંડ
સુરત, તા.૧૨
સુરત મહાનગરપાલિકાના ડે.કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલની સૂચના તથા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન તથા ઈ.ચા. નાયબ આરોગ્ય અધિકારી રાંદેર ઝોનની સીધી દેખરેખ હેઠળ આરોગ્ય વિભાગ હેડક્વાર્ટર વેક્સીનેશન બ્રાંચની ટીમ તથા રાંદેર ઝોનનાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સંયુક્ત પણે પ્રતિબંધિત પલાસ્ટિક જપ્ત કરવાના તથા જાહેરમાં ન્યુસન્સ કરી ગંદકી કરતાં ઈસમોનું સઘન ચેકિંગ તા.૧૦-૪-૨૦૧૯ના રોજ હાથ ધરવામાં આવેલ હતું. જેમાં ઉપરોક્ત દિવસે રાંદેર ઝોનના કૃષ્ણકુંજ વોર્ડ વિસ્તારમાં આવેલ પાલનપુર પાટીયાથી રામનગર ચાર રસ્તા તથા રામનગર વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના હોલસેલ તેમજ છૂટક વેચનાર સંસ્થા ચેક કરતાં આશરે ૨૨૫૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરેલ તથા જાહેરમાં રસ્તા ઉપર ગંદકી કરતી સંસ્થાના ઈસમોને નોટીસ આપી રૂ.૮૯૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ હતો. ઉપરોક્ત પ્લાસ્ટિકના જથ્થાનો નિકાલ પ્લાસ્ટિક વેસ્ટ નિકાલ કરતાં ઈજારદારને સોંપી યોગ્ય નિકાલ કરેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




